જીરામા આવતા ભુકિ છારાના રોગમા જોવા મળતા લક્ષણો (symptom of cumin powedry mildew)



જીરામા આવતા ભુકિ છારાના રોગમા જોવા મળતા
 લક્ષણો

  • રોગ ફુગ ઇરીસિફી પોલીગોનિ નામની ફુગથી થાય છે. રોગ પાવડરી મિલ્ડીવ તરીકે પણ ઓળખાય છે.
  • રોગની શરૂઆત ફૂલ બેસવાના સમયે  થાય છે.જો રોગની શરૂઆત ફૂલ બેસવાના સમયે થઈ હોય તો ઉતાર 50 % જેટલો ઓછો આવે છે. 
  • શરૂઆતમાં છોડનાં પાન પર સફેદ રંગનાં આછાં ટપકાં જણાય છે અને ધીમે ધીમે સમગ્ર છોડ ઉપર આવાં ટપકાં થાય છે. છેવટે આખો છોડ સફેદ થઈ જાય છે. પરિણામે છોડનો વિકાસ રૂંધાય છે, દાણા બેસતા નથી અને દાણાની શરૂઆત થઈ હોય તો તે અલ્પવિકસિત રહે છે, તેથી જીરાનો ઉતાર ઘટે છે. જ્યારે દાણા બેસવાના સમયે રોગ આવે તો 10 %થી 15 % ઉતાર ઓછો આવે છે. શરૂઆતમાં છોડ રાખોડી રંગના અને છેવટે સફેદ રંગના, છાશ જેવા થઈ જાય છે. તેથી ખેડૂતો તેને છાશિયાના નામે પણ ઓળખે છે
  • જીરાના પાકમાં રોગ સામાન્ય રીતે દર વર્ષે વધતાઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો સમયસર રોગ અટકાવવાનાં પગલાં લેવાય તો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે. 
  • કમોસમી વરસાદ (માવઠું) તેમજ વાદળછાયા દિવસોમાં રોગ ઉગ્ર સ્વરૂપમાં વ્યાપક રીતે ફેલાય છે. છોડની વૃદ્ધિના સમયે વધુ પડતું પાણી આપવાથી પણ ઉપદ્રવ વધે છે.


Post a Comment

0 Comments