વરીયાળીના પાકમા ખાતરની જરુરીયાત
પાયામા ૧૦ટન છાણીયુ ખાતર સારુ કોહવાયેલુ નાખવુ અને N-P-K :૯૦:૩૦:૦૦ કિગ્રા/હેકટર નાખવાથી સારુ ઉત્પાદન મળી રહે છે.
૯૦કિગ્રા નાઇટ્રોજન પૈકી ૪૫ કિગ્રા નાઇટ્રોજન પાયામા નાખવો અને ત્યારબાદ ૧ મહિના પછી ૨૨.૫ કિગ્રા નાઇટ્રોજન આપવો.અને વાવણીના ૨ મહિના પછી ૨૨.૫ કિગ્રા નાઇટ્રોજન આપવો.
જે જમીનમા આયર્ન Fe અને જિંક્ની Zn ઉણપ હોય તે જમીનમા છાણિયા ખાતર સાથે મિક્સ કરીને આયર્ન ૩ કિગ્રા અને જિંક ૧.૫ કિગ્રા પ્ર્તી હેકટરે આપવાથી સારુ ઉત્પાદન મળે છે.
પાયામા ૬૫ કિગ્રા ડીએપી ૭૫ કિગ્રા યુરિયા પ્રતી હેકટરે પાયામા નાખવાથી સારુ ઉત્પાદન મળે છે. વાવણીના એક મહીના પછી ૫૦ કિગ્રા યુરીયા પ્રતી હેકટરે આપવામા આવે છે. વાવણીના ૨ મહીના પછી ૫૦ કિગ્રા યુરીયા પ્રતી હેકટરે આપવાથી સારુ ઉત્પાદન મળી રહે છે.
0 Comments