જીરામા આવતા કાળિયાના રોગમા જોવા મળતા લક્ષણો
- આ રોગ અલ્ટરનેરીયા નામની ફુગથી થતો રોગ છે.
- આ રોગની શરુઆતમા પાનની સપાટી પર કથ્થાઇ રંગના ટપકા જોવા મળે છે.અને તેનુ કદ સમય સાથે વધે છે. આગળ જતા ડાળીઓ પર પણ આ ટપકા જોવા મળે છે. અને છોડ ઉપરના ભાગેથી વળી જાય છે. ફુગને અનુકુળ વાતાવરણ મળતા રોગ સક્રિય બની જડપથી ફેલાવા લાગે છે. અંતે આખો છોડ કાળૉ પડી સુકાઇ જાય છે. આ કારણે આ રોગને કાળિયો પણ કહે છે.
- વાદળછાયા વાતાવરણમા આ રોગ જડપથી ફેલાય છે.
- વહેલા વવાતા પાકમા અને પુખીને વવાતા પાકમા આ રોગ વધુ પ્રમાણમા જોવા મળે છે.
- રોગ વાળા છોડમા દાણા બેસતા નથી અને જો દાણા બેસે તો ચિમળાયેલા અને વજનમા હલ્કા રહે છે.
0 Comments