ટ્રેકટર ખરીદતી વખતે ધ્યાન્મા રાખવાના મુદ્દા
- જે વિસ્તારમા એક જ સીજનમા પાક વવાતો હોય તે વિસ્તારમા 20-25hp ના ટ્રેકટર 40ha જમીનમા પુરુ પાડી શકે છે.
- જે વિસ્તારમા પિયતની સુવિધા હોય અને એકથી વધુ સીજન લેવાતી હોય 30-35hp નુ ટ્રેકટર 40ha જમીનમા પુરુ કરી શકે છે.
- જમીનની સ્થિતિ: ઓછા વ્હીલ બેઝ સાથેનું ટ્રેક્ટર, વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ઓછું એકંદર વજન પોચી જમીનમા સફળતાપૂર્વક કામ કરી શકે છે પરંતુ તે કઠણ જમીનમા કામ આપી શકશે નહીં
સમારકામની સુવિધાઓ: ખરિદવા મા આવેલ ટ્રેકટરની રીપેરિંગ સુવિધા અને સર્વીસને લગતી સુવિધા નજીકના સ્થળે મળી જાય એવુ જ ખરિદવુ જોઇએ.
ઓછા ઇંધણથી ચાલતુ ટ્રેકટર ખરિદવુ જોઇએ.
ખરીદતી વખતે મુળ કિમત વ્યાજબી હોવિ જોઇએ. અને રીસેલ કિમત ધ્યાને રાખીને ખરીદવુ જોઇએ. એવા ટ્રેકટર ના ખરીદવા જોઇએ જેની રીસેલ વેલ્યુ ઓછી આવતી હોય.
ફાર્મ મશીનરી સ્ટેશનોમાથી બહાર પાડવામા આવતા ટ્રેકટરના ટેસ્ટ રીપોર્ટમાથી માર્ગદર્શન અને સલાહ લેવી જોઇએ.
0 Comments