આ જાતનુ બિજુ નામ ICCV08108 છે. આ જાત મહાત્મા ફુલે ક્રુશી યુનિવર્સીટી, રાહોરી દ્રારા વીકસાવવામા આવી છે. પાક્વાનો સમયગાળો ૧૦૦-૧૧૦ દીવસની આસપાસ હોય છે. જે વીસ્તારમા પાણી ઓછુ હોય તે વીસ્તારમા સપ્ટેટેમ્બરના છેલ્લા પખવાડિયાથી ઓક્ટોબરના પ્રથમ પખવાડિયા સુધી વાવેતર કરી સકાય છે. જે વીસ્તારમા પાણીની વ્યવસ્થા હોય ત્યા ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બેરના પ્રથમ અઠવાડિયા સુધી કરી શકાય છે. આ જાત ૨૫-૩૦ મણ/વિઘાની આસપાસ ઉત્પાદન આપે છે. એક છોડમા ૧૫-૨૦ જ્ટલી ડાળીઓ હોય છે. અને એક છોડમા ૧૫૦-૨૦૦ પોપટાની સંખ્યા હોય છે. છોડ ઉચા હોય છે. તેમ છતા છોડ આડા પડવાનો પ્રશ્ન રહેતો નથી. આ કારણે આ જાત કમ્બાઇન હાર્વેસ્ટરથી પણ હાર્વેસ્ટ કરી શકાય છે. ૩૦*૧૦ સેમીના અંતરે વાવવામા આવે છે. આ જાત સુકારાના રોગ સામે પ્રતીકારક જાત છે.
0 Comments