કપાસ ના પાક મા મેગ્નેશીયમ તત્વનુ મહત્વ (Importance of magnesium in cotton)


 પ્રકાશસંશ્લેષણઃ મેગ્નેશિયમ એ હરિતદ્રવ્યનો મહત્વ્પુર્ણ ઘટક છે. જે છોડમાં પ્રકાશસંશ્લેષણ માટે જવાબદાર રંજકદ્રવ્ય છે. પ્રકાશસંશ્લેષણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા છોડ સૂર્યપ્રકાશ  ઊર્જામાં રૂપાંતર કરે છે અને શર્કરા બનાવે છે. કાર્યક્ષમ પ્રકાશસંશ્લેષણ માટે મેગ્નેશિયમની યોગ્ય માત્રા  જરૂરી છે, જે કપાસના છોડના વિકાસ અને ઉપજને સીધી અસર કરે છે.

પોષકતત્ત્વોની ગ્રહણશક્તિ અને ઉપયોગઃ મેગ્નેશિયમ નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા અન્ય આવશ્યક પોષકતત્ત્વોની ગ્રહણશક્તિ વધારવામા અને આ તત્વોને છોડની અંદર  પરિવહનમા  મદદ કરે છે અને તેમનો અસરકારક રીતે ઉપયોગ થાય છે. 

તણાવ સામે પ્રતીકારક શક્તિ: મેગ્નેશીયમ છોડને પ્ર્યાવરણની વિપરીત પરિસ્થીતી જેવાકે દુસ્કાળ, સેલિનીટી, વધુ પડતુ તાપમાન જેવી સ્થિતીથી લડવા સક્ષમ બનાવે છે.

રોગ પ્રતિકારશક્તિ: મેગ્નેશિયમનું યોગ્ય પ્રમાણ છોડની રોગ પ્રતિકારશક્તિમા વધારો કરે છે. જેના કારણે કપાસ રોગ અને જીવાતો માટે ઓછો સંવેદનશીલ બને છે. તંદુરસ્ત છોડ વિવિધ તણાવ અને સંભવિત જોખમો સામે પોતાનો બચાવ કરવા માટે વધુ સારી રીતે સક્ષમ છે.અને વધુ ઉત્પાદન આપે છે. આ ઉપ્રાંત મેગ્નેશિયમ રૂની ગુણવત્તામા પણ વધારો કરે છે.


Post a Comment

0 Comments