ગુજરાત જીરુ -1: આ જાતના જીરા ના છોડ નિ ઉચાઇ અંદાજે ૩૫ સેમી જેટ્લી હોય છે. આ જાત પરિપકવ થવા મા અંદાજે ૧૦૦-૧૦૫ દિવસ જેટલો સમય લાગે છે. છોડ સામાન્ય રીતે ઉચો અને પહોળો હોય છે. ૧૦૦૦ દાના નુ વજન અંદાજે ૪.૫ ગ્રામ જેટલુ હોય છે. સુગંધીત તેલની ટ્કાવારી ૩.૩ ટકા જેટલી હોય છે. પ્રતી હેક્ટરે ૫૦૦-૫૫૦ કિલોગ્રામ જેટલુ ઉત્પાદન આપે છે. સુકારા અને ચર્મિ ના રોગ સામે સંવેદંશીલ જાત છે.
0 Comments